પંપસેટ માટે સહાય યોજના 2026-27: ખેડૂતોને 13,875 સુધીની સહાય, ફોર્મ ભરવાનું ચાલુ

 



ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો માટે *પંપસેટ સહાય યોજના 2026-27* શરૂ કરવામાં આવી છે. ખેતરમાં ઉભા પાકને બોર કે કુવાના પાણીથી પિયત કરવા માટે પંપસેટની જરૂર પડતી હોય છે, ત્યારે સરકાર ખેડૂતોને પંપસેટ ખરીદવા માટે 75% સુધીની સબસિડી આપી રહી છે.

યોજનાના નિયમો અને શરતો

- આ યોજનાનો લાભ રાજ્યના કોઈપણ વર્ગના ખેડૂત ખાતેદારને મળવાપાત્ર થશે.


- સંયુક્ત ખાતેદારના કિસ્સામાં કોઈપણ એક જ ખેડૂત લાભ મેળવી શકશે. તે માટે અન્ય ખાતેદારનું સંમતિપત્રક આપવાનું રહેશે.


- જો કોઈ ખેડૂત પાસે એક કરતા વધારે ખાતા હશે તો તે એક જ ખાતા માટે લાભ મેળવી શકાશે.


- આ યોજનાનો લાભ પાંચ વર્ષમાં એક વખત મળવાપાત્ર થશે.


- ખેતીવાડી વિભાગ દ્વારા મંજૂરીનો આદેશ મળ્યા બાદ જ ખેડૂતોએ પંપસેટની ખરીદી કરવાની રહેશે.

યોજનામાં કેટલી સહાય મળશે?

આ યોજના અંતર્ગત ઓઈલ એન્જિન, ઈલેક્ટ્રિક મોટર (પંપ), સબમર્શીબલ પંપની ખરીદી માટે સહાય મળશે.

- *(A) 3 થી 3.5 HP સુધી:* કુલ ખર્ચના 75% અથવા વધુમાં વધુ રૂ. 8,700


- *(B) 5 HP સુધી:* કુલ ખર્ચના 75% અથવા વધુમાં વધુ રૂ. 12,000


- *(C) 7.5 થી 8 HP સુધી:* કુલ ખર્ચના 75% અથવા વધુમાં વધુ રૂ. 13,500


- *(D) 10 HP સુધી:* કુલ ખર્ચના 75% અથવા વધુમાં વધુ રૂ. 13,875

અરજી ક્યાં અને ક્યારે કરવી?

અરજી ફક્ત ઓનલાઈન *આઈ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/)* પર કરવાની રહેશે.

વર્ષ 2026-27 માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે. ખેડૂતોએ *તા. 06-10-2026 થી 15-10-2026 સુધીમાં* ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

1.  અરજીફોર્મની નકલ (સહી વાળી)
2.  બેંક પાસબુકનું પ્રથમ પાનું અથવા રદ કરેલ ચેક
3.  આધાર કાર્ડ (બંને બાજુ)
4.  જમીનના 07/12 અને 8-અ ની નકલ
5.  પંપસેટની ખરીદી કર્યાનું GST નંબર વાળું અસલ બીલ
6.  પંપસેટ સાથે લાભાર્થી ખેડૂતનો ફોટો
7.  જાતિનું પ્રમાણપત્ર (SC-ST માટે)
8.  બાંહેધરી પત્રક (સંયુક્ત ખાતેદાર માટે)

ખેડૂત મિત્રો, આ તક ચૂકશો નહીં અને સમયસર અરજી કરી દો.

Comments

Popular posts from this blog

અણિયાદ ના ભાથીજી દાદા ના મંદિરે 5મા નોરતે નવરાત્રી નો માહોલ | Aniyad Village Navratri 2026

અણીયાદ ગામમાં આપનું હાર્દિક સ્વાગત છે

💐 તીતાજીના મુવાડા ના ભાથીજી મહારાજ ના મંદિરે નવરાત્રી ની દિવ્ય રોશની, આખું અણીયાદ ગામ ભક્તિમય💐